Wednesday, 11 May 2016

GUJARAT G.K.

1 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા
2 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
3 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
4 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
5 સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
6 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ
7 મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
8 કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી
9 ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા
10 સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી
11 ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ?Ans: સંખેડા
12 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ
13 ‘જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
14 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી
15 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? 
Ans: હારૂન - અરૂન
16 સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન
17 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ
18 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
19 ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ
20 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ
21 ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર
22 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ
23 ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ
24 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ
25 ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા

No comments:

Post a Comment

BKNMU B. Ed. Sem 3 Result

  Click Hear