કેમ એપ્રિલની પહેલી તારીખે એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે ?
2018-04-01
દર વર્ષે એપ્રિલની પહેલી તારીખે એપ્રિલ ફૂલ દિવસ મનાવવામાં આવે છે. શું તમે જાણો છો કે આ મહિનાની આ તારીખે કેમ મનાવવામાં આવે છે?
વર્ષ 1582માં ફ્રાન્સમાં એપ્રિલ ફૂલ દિવસની શરૂઆત તે સમયે થઇ હતી, જ્યારે પોપ ચાર્લ્સ-9 એ જૂના કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડરની શરૂઆત કરી. આ કેલેન્ડર અનુસાર હવે નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી કરવામાં આવી. આ પહેલા તે 1 એપ્રિલે શરૂઆત કરવામાં આવતી હતી.
ત્યારબાદ જ્યારે કેટલાક લોકો નવા વર્ષને જૂની તારીખ એટલે કે એક એપ્રિલે જ મનાવવા લાગ્યા ત્યારે તે લોકોને એપ્રિલ ફૂલ્સ કહેવામાં આવ્યા. બસ અહીંથી જ વિશ્વભરમાં દર વર્ષે 1 એપ્રિલને એપ્રિલ ફૂલ દિવસ તરીકે મનાવવાની પરંપરા શરૂ કરવામાં આવી. તેનાથી અલગ સ્પેનિશ ભાષા બોલતા દેશમાં 28 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. જેને ડે ઑફ હોલી ઇનોસન્ટ્સ કહેવામાં આવે છે.
એપ્રિલ ફૂલ દિવસને એક એવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે લોકો દ્વારા એકબીજાની સાથે મજાક અને સામાન્ય રીતે મૂર્ખતાપૂર્ણ હરકતો કરવામાં આવે છે. પરિવાર, પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ વગેરે સાથે અનેક પ્રકારની મસ્તી અને અન્ય વ્યવહારિક મજાક કરવામાં આવે છે.
ગુજરાત સમાચાર ના આધારે

No comments:
Post a Comment